ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાકીર્તિ-૨

Revision as of 04:25, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિદ્યાકીર્તિ-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પુણ્યતિલકના શિષ્ય. ‘નરવર્મ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૧૩), ‘ધર્મબુદ્ધિમંત્રી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬), ‘સુભદ્રા-સતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૯), ૨૩ કડીના ‘મહાવીર-સ્તવન (ઇરિયાવહીગર્ભિત)’ના કર્તા. ‘ચારકષાય-વેલિ’ (ર.ઈ.૧૬૧૪ આસપાસ) સમયદૃષ્ટિએ આ કર્તાની કૃતિ હોવા સંભવ છે. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]