ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીર મુનિ-૧
Revision as of 09:26, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વીર(મુનિ)-૧'''</span> [ઈ.૧૭૫૬માં હયાત] : સવૈયાની દેશીમાં રચાયેલા ૩૭ કડીના ‘રાજિમતી-નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૭૫૬/સં. ૧૮૧૨, વૈશાખ સુદ-, ગુરુવાર; મુ.)ના કર્તા. કારતકથી આરંભી આસ...")
વીર(મુનિ)-૧ [ઈ.૧૭૫૬માં હયાત] : સવૈયાની દેશીમાં રચાયેલા ૩૭ કડીના ‘રાજિમતી-નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૭૫૬/સં. ૧૮૧૨, વૈશાખ સુદ-, ગુરુવાર; મુ.)ના કર્તા. કારતકથી આરંભી આસો માસ સુધીના ૧૨ માસમાં રાજિમતીના વિરહને કવિએ ગાયો છે. કવિ : પ્રામબાસંગ્રહ : ૧ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]