ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વ્રજસેવક
Revision as of 16:28, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વ્રજસેવક'''</span> [જ.ઈ.૧૬૪૪ પછી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. વિઠ્ઠલનાથજીના ગોકુલનાથ સિવાયના અન્ય પુત્રોના અનુયાયી. વ્રજોત્સવજી મહારાજશ્રીના સેવક. યમુનાજીના દ...")
વ્રજસેવક [જ.ઈ.૧૬૪૪ પછી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. વિઠ્ઠલનાથજીના ગોકુલનાથ સિવાયના અન્ય પુત્રોના અનુયાયી. વ્રજોત્સવજી મહારાજશ્રીના સેવક. યમુનાજીના દર્શનના અનુભવને વર્ણવતા ધોળ (૯મું) તથા પદોના કર્તા. કૃતિ : અનુગ્રહ, માર્ચ ૧૯૬૦-‘વ્રજસેવક વૈષ્ણવ’, તંત્રી(+સં.) સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]