ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિશ્વનાથ

Revision as of 04:28, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિશ્વનાથ : આ નામે ૪૩/૫૩ કડીનો ‘અંબાનો ગરબો’(મુ.), ૧૭ કડીનો ‘શારદા માતાનો ગરબો’(મુ.), ૪૧ કડીનો ‘ભસ્મકંકણનો ગરબો’ (મુ.) એ ગરબાઓ તથા જ્ઞાનવૈરાગ્યનું ૮ કડીનું ભજન(મુ.) મળે છે. તેમના કર્તા કયા વિશ્વનાથ છે તે સ્પષ્ટ રીતે કહી શકાય એમ નથી. માતાના ગરબાના રચયિતા વિશ્વનાથ કદાચ એક જ કવિ હોઈ શકે. કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૩. બૃહત સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમ ગી. શાહ, ઈ.૧૯૫૦; ૪. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે.[કા.શા.]