ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રુતસાગર-૨
Revision as of 05:39, 18 September 2022 by KhyatiJoshi (talk | contribs)
શ્રુતસાગર-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર ઉપાધ્યાયના શિષ્ય. ‘ઋષિમંડલ’ ઉપર રચેલા બાલાવબોધ (ર.ઈ.૧૬૧૪) તથા સંસ્કૃતકૃતિ ‘ચતુર્દશીપાક્ષિકવિચાર’ (ર.ઈ.૧૬૨૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]