ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સર્વાનંદ સૂરિ

Revision as of 10:05, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સર્વાનંદ(સૂરિ)'''</span> [ઈ.૧૪૪૩માં હયાત] : જૈન સાધુ. ધનપ્રભસૂરિના શિષ્ય. ૧૩૫ કડીની આરંભમાં વસ્તુ છંદમાં અને પછી દુહા-ચોપાઈમાં રચાયેલી ‘મંગલકલશચરિત્ર-ચોપાઈ’/રાસ’ ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સર્વાનંદ(સૂરિ) [ઈ.૧૪૪૩માં હયાત] : જૈન સાધુ. ધનપ્રભસૂરિના શિષ્ય. ૧૩૫ કડીની આરંભમાં વસ્તુ છંદમાં અને પછી દુહા-ચોપાઈમાં રચાયેલી ‘મંગલકલશચરિત્ર-ચોપાઈ’/રાસ’ તથા ૩૦૪ કડીની ‘અભયકુમારચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૪૪૩)ના કર્તા. ‘મંગલકલશચરિત્ર-ચોપાઈ/રાસ’ના કર્તા આ જ સર્વાનંદસૂરિ છે કે કેમ તે શંકાસ્પદ છે. સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાપઅહેવાલ ૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’, ચિમનલાલ ડાહ્યાભાઈ; ૪. ગુસાઇતિહાસ : ૧; ૫. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]