ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સર્વાનંદ સૂરિ
Jump to navigation
Jump to search
સર્વાનંદ(સૂરિ) [ઈ.૧૪૪૩માં હયાત] : જૈન સાધુ. ધનપ્રભસૂરિના શિષ્ય. ૧૩૫ કડીની આરંભમાં વસ્તુ છંદમાં અને પછી દુહા-ચોપાઈમાં રચાયેલી ‘મંગલકલશચરિત્ર-ચોપાઈ’/રાસ’ તથા ૩૦૪ કડીની ‘અભયકુમારચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૪૪૩)ના કર્તા. ‘મંગલકલશચરિત્ર-ચોપાઈ/રાસ’ના કર્તા આ જ સર્વાનંદસૂરિ છે કે કેમ તે શંકાસ્પદ છે. સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાપઅહેવાલ ૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’, ચિમનલાલ ડાહ્યાભાઈ; ૪. ગુસાઇતિહાસ : ૧; ૫. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]