ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુરંગ

Revision as of 09:15, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાધુરંગ [ઈ.૧૬૨૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં સુમતિસાગરના શિષ્ય. ૩૬ કડીની ‘દયા-છત્રીસી’ (ર.ઈ.૧૬૨૯)ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]