વસુધા/જવાન દિલ

Revision as of 08:24, 8 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જવાન દિલ|}} <poem> જવાન દિલ! ક્યાં તું ઓ? નવયુગીય આહ્વાનનાં ગડે કડડ દુંદુભિ, રણતુરી સ્વરે કારમે ભરે દશ દિશા: ‘ચઢો સપુત સજ્જ થૈ શત્રુપે, મરો, પગ ડગો ન હાં! સમય આબરૂને ખરે!’ ચઢ્યા સુભટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જવાન દિલ

જવાન દિલ! ક્યાં તું ઓ? નવયુગીય આહ્વાનનાં
ગડે કડડ દુંદુભિ, રણતુરી સ્વરે કારમે
ભરે દશ દિશા: ‘ચઢો સપુત સજ્જ થૈ શત્રુપે,
મરો, પગ ડગો ન હાં! સમય આબરૂને ખરે!’

ચઢ્યા સુભટ કાંઈ તે ય રણયજ્ઞ આ પૂર્ણ ના,
જવાન! જશ ખાટવો તવ નસીબ જાણે લખ્યો!
જ્વલંત દિલજ્યોતિ, શુદ્ધ રુધિરે, ભર્યા ગૌરવે
બઢો કદમ કૂચમાં, વિજય પાસ ટૂંકે ખરે!

ખરે, વિજય પાસ; આ અબઘડી પડ્યો શત્રુ જ્યાં
ચઢ્યા નવજવાનિયા અડગ, ધીર ને સંયમી, ૧૦
દરેક કૃતનિશ્ચયી, દિલ સ્વતંત્રતાને ભરી,
અમોઘ ધરી શસ્ત્ર એ વિજયપંથ દળ ઊમટ્યું!

ધસ્યું દળ, સમુદ્રવારિ ગહને લહ્યાં કૌતુકોઃ
ખરે! વિજય પાસ, આ અબઘડી પડ્યો શત્રુ જો!