સોરઠી બહારવટિયા ભાગ-3/2. મોવર સંધવાણી

Revision as of 09:58, 21 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|2. મોવર સંધવાણી| }} {{Poem2Open}} <center>'''[સંવત 1934-1940: સન 1878-1884]'''</center> <center>ઐતિહાસિક વિગતો</center> '''સ્વ. જસ્ટિસ બીમન :''' “Last and far the greatest of them all, Mhowa Sadhwani, the Robin Hood of Kathiawar: ** Mhowa Sadhwani was ‘out’ for years, and a thousand stories, true or legendary, have gathered about his name. How, for example,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
2. મોવર સંધવાણી
[સંવત 1934-1940: સન 1878-1884]
ઐતિહાસિક વિગતો

સ્વ. જસ્ટિસ બીમન : “Last and far the greatest of them all, Mhowa Sadhwani, the Robin Hood of Kathiawar: ** Mhowa Sadhwani was ‘out’ for years, and a thousand stories, true or legendary, have gathered about his name. How, for example, he overtook Colonel Phillips marching along the road to Rajkot with his squadron of cavalry and offered the Colonel, after having engaged him in friendly talk, seat on his swift trotting Sindhi camel; and how they rode so for several miles, and parted the best of friends, the Colonel having no idea of the rather questionable company he had been keeping. Or, how on another occasion, Mhowa held up nearly all the Bania women of a certain village near Wankaner, I think, in this wise: There was a long winding stair leading down to a well, and beyond the well, a cave. Hither every morning the Bania women would come for the day’s water supply. Mhowa secreted himself round the corner at the foot of the stairs, and, as the first woman descended, ushered her politely, but firmly into the cave beyond. In this way, he at last had all the Bania ladies corralled, huddling together, terrified but incapable of raising any alarm. Mhowa then addressed them in true Robin Hood style; assuring them that they had nothing to fear in the way of personal violence, if they would divest themselves of their ornaments. Needs must when the devil drives, and all the ladies were stripped of everything of value they had about them. Mhowa then bade them a polite adieu and particularly begged them to tell their husbands that they had been treated with all consideration and knightly courtesy. Off went Mhowa with his booty in one direction, the sorrowing and despoiled ladies in another to explain the sad morning’s work to, and if possible, placate their irate husbands… Nothing in all Mhowa’s career, though seemed to me as comic and characteristic as its close. Catching a popular outlaw, and on the whole Mhowa was popular in spite of his robberries, is a difficult if not an impossible matter in Kathiawar — for a while. Especially when he is so resourceful, has friends everywhere, and is as well mounted as Mhowa was on his far-famed Kathi mare. He would pounce here, and before the news of his coup had reached the nearest police, he would be off and away over the Burda hills, off into the Gir, or across the trackless Rann. But by degrees, the hunters are almost always able to make the country too hot to hold the quarry. Then there is nothing for it, but flight to alien lands, or one last desperate rally, and perhaps a glorious death. Five thousand rupees were offered for Mhowa dead or alive before I went on leave. As the hunt waxed hotter and hotter on the heels of Mhowa, as he grew by degrees tired of being chased in season and out of season, he arranged through his uncle Petho to surrender to Captain Salmon, then employed, if I remember right, on special outlawry duty. Mhowa never was captured; I don’t think he ever would have been. He knew the whole country too well, he had too many friends, and really few enemies. It is only when their women turn against them, or when their friends betray them that the Kathiawar outlaws are fairly run down and caught. But Mhowa and Petho put their heads together and decided that it was time to put a stop to this raiding and pillaging. Very amusing for a while, possibly profitable, but one may have too much even of a good thing and after five or six years of it, Mhowa felt that he had enough and more than enough. so he resolved to take his chance. I forgot exactly how it was contrived that Petho should get the Government reward for the ‘capture’ or whether it was actually Petho or some one else put up in Mhowa’s name to be informer, and so secure the reward. But Mhowa was duly ‘captured’ by Captain Salmon who had the honour of receiving his sword, and making him prisoner. The 5,000 rupees, in the meanwhile, had been deposited with the local European shopkeeper, to Mhowa’s credit. His trial took place before M. Whitworth in my absence. Mhowa retained the leading Rajkot Barrister, Mr. H. A. Wadya and Mr. Wadya daily drew his three hundred rupees out of the Government reward deposited to Mhowa’s credit with the Rajkot European shopkeeper. The trial lasted about ten days and resulted in the triumphant acquital of Mhowa. Could anything have been more satisfactory? I am sure my old friend Mr. Wadya was content. Often have me laughed together over the source of that Rs. 3000 fee. Mhowa had every reason to be content, for there still remained about 2000 rupees out of his own blood-money for his own use and benefit, while he was now a free man to boot, and might go where he would in open day, with all the credit of his past achievement and remarkable history like a halo about him. And the Government and the country might be well enough content too, for there was an end of the outlaw, and a prospect of more peace and quiet over the tracts he used to harry than had been known for many a year.”

*

કીનકેઇડ : “The first of the three Miana outlaws, Mor Sandhani, had some real or fancied grievance against the ruler of Malia, and squared accounts by a most successful career of wickedness. He was banished from the State, and Girdalal, the State Karbhari, fancied that he had gone for ever. The Agency Thandar Chhotalal, however, learnt that although Mor Sandhani had been for a year in exile, his wife in Malia was enceinte. He went to her house and from her discovered that Mor had paid her several secret visits. The Thandar informed Girdalal, who also saw the lady, but believing in the efficacy of his own police arrangements, coarsely, suggested to her that she had found another husband nearer home. She was furious; and on Mor’s next appearance made him promise that he would raise the laugh against Girdalal as loudly as he had raised it against her. Mor did not long delay. He and his band hid themselves in a field of tall millet by which the main road ran. As expected, the Karbhari drove past. His carriage was stopped, the unfortunate occupant dragged into the crops, and there, in spite of threats and entreaties, his nose was dexterously removed. Mor’s wife was fully satisfied, for the Charans sang her vengeance in every petty Court in Kathiawar. After six years of outlawry, Mor Sandhani surrendered and was tried on several charges of murder and dacoity by the Judicial Assistant. But as the witnesses in turn met the baleful gaze of the dreaded outlaw, their hearts failed them, for they remembered how on a previous occasion he had subsequently flayed alive a hostile deponent. They could not recollect, they said. They thought the prisoner was like the man whom they saw commit the offence but they could not swear to him. Mor was acquitted and was bribed to good behaviour by a grant in Jamnagar, where he eventually died, full of years, if not of sanctity.” (‘The Outlaws of Kathiawar’ : pages 47-51)

*

સવારની કચેરી ખલાસ થઈ અને તરત જ એક પાતળિયો, ઠીંગણો, પણ ચોખ્ખા નમણા ચહેરાવાળો આદમી ઊભો થયો ને ઠાકોરને નીચા લળીને સલામ કરી. “કેમ, મોવર જમાદાર?” ઠાકોરે ઊભા થનારને પૂછ્યું, “કેમ આજ વે’લા ઊભા થયા?” “બાવા, મારો છોકરો બીમાર છે. એની સારવારમાં કદાચ સાંજની મશાલને ટાણે બે ઘડી મોડુંવે’લું થાય તો માફી માગી લઉં છું.” કતલ કરી નાખે તોય જોવી ગમે એવી પાણીદાર છરી-શી મીઠી દોંગાઈને મુખમુદ્રા ઉપર ધારણ કરતો એ બાંઠિયો મિયાણો બોલ્યો. “ફિકર નહિ.” કહીને ઠાકોરેય મોં મલકાવ્યું. માળિયા ઠાકોરની કચેરીનો એ માનીતો મિયાણો ઘેર ગયો. હથિયારપડિયાર પૂરેપૂરાં બાંધી લીધાં અને આખી સોરઠમાં નામીચી પોતાની રોઝડી ઘોડી પર પલાણ માંડ્યું. બે પડછંદ મિયાણીઓ બારણામાં આવીને ઊભી હતી, તેમની સામે દુત્તાઈભર્યું મોં મલકાવતો રોઝડી પર રાંગ વાળીને એ ચાલી નીકળ્યો. ઘરમાં દીકરાનો મંદવાડ હોવાની વાત ગલત હતી એ તો બોલનાર ને સાંભળનાર સહુયે સમજતા હતા. આ રોઝડીનો અસવાર તે પોતે જ મોવર સંધવાણી : બાપનું નામ સધુ. માનું નામ રેમાં. જે બે જણીઓ બારણામાં વળાવવા આવી હતી તે બેઉ એની ઓરતો બીજીબાઈ અને રૂપાંબાઈ. અત્યારે એ જાય છે પોતાનો પ્યારો ધંધો ખેડવા : રોઝડી પણ ધણીની નાનકડી કસાયેલી કાયાને પીઠ પર ગુલતાન કરાવતી પંથ કાપી રહી છે. ભેળા આટલા ભેરુબંધો છે : ગોપાલ બેચર હેડાઉ નામે એક બ્રાહ્મણ, મામદ જામ, મોવર કોજા રાણા, વાલો નામોરી ઠૂંઠો, મુંમા રઘુ, ઈસો માણેક, રણમલ સરમણ, રણમલ સામત કોજો અને માણેક ભારો નામના આઠ મિયાણા. સાતેક ગાઉ આઘે એક વીડી આવે છે. મોરબી શહેર તાબાના જેતપર ગામે જવાનો ધોરી રસ્તો ચાલ્યો જાય છે. એક પડખે સપાટ રેતાળ રણ સળગે છે ને બીજે પડખે ખોયાણ નદી મચ્છુનાં ઊંડાં કોતરાં પડ્યાં છે. તેવી જગ્યાએ સંતાઈને ટોળી બેસી ગઈ. બરાબર ટેવ્યા પ્રમાણે ને ટાણે મોરબીના માર્ગે એક ઊંટ દેખાયો. ઉપર બે અસવાર છે. અસલ થળનો ઊંટ પણ કસકસી જાય એટલો વજનદાર માલ એ તોતિંગ જાનવર પર લાદેલ છે. ઊંટ આવી પહોંચતાં જ લૂંટારા ઊભા થયા. આડા ફર્યા. અસવારોને બંદૂકની નાળ્ય દેખાડી, ઊંટ ઝોકારાવ્યો. સામાનના કોથળા તોડાવ્યા. અંદર સોનાની પાટો અને મશરૂના તાકા ઉપર તાકા હતા. દરેક જણાએ પોતાના ઘોડાની પીઠ નમી જાય એટલો માલ લાદી લઈ ઘોડાં હાંકી મૂક્યાં. પરબારા મચ્છુ નદીના સાકરિયા વોંકળામાં ઉતારી, એક છૂપી જગ્યાએ લૂંટ દાટી, સાંજરે મશાલ ટાણે મોવર જેવો હતો તેવો બનીને માળિયા ઠાકોરની કચેરીમાં પાછો હાજર થઈ ગયો. ઠાકોરે મોં મલકાવ્યું. બીજા દિવસની પ્હો ફાટે તેટલામાં આખી કાઠિયાવાડ સોંસરવી સુસવાટી બોલી ગઈ કે માળિયા અને મોરબીની વચ્ચે વીડીની અંદર મોરબી રાજની જેતપુર જતી ભારે બેંગી લૂંટાણી છે. મોરબી રાજના પગીઓએ પગેરું કાઢ્યું. સગડ વીડીમાંથી સાકરિયા વોંકળામાં ઊતરી પરબારા માળિયા ગામમાં નીકળ્યા. રાજકોટની એજન્સી જાણતી હતી કે મોરબી અને માળિયાનાં બેય ભાંડું-રાજ વચ્ચે વંશપરંપરાની અદાવત રહી છે, અને બેઉ સામસામા પોતાના ભોળા ભરાડી મિયાણાઓને મદદમાં લઈ અરસપરસની હદમાં ચોરીઓ, લૂંટફાટો ને ધીંગાણાં કરાવે છે. બેય રાજની એ દુશ્મનાવટમાં બહાદુર અને અક્કલહીન મિયાણા એટલે સુધી હથિયાર બની રમ્યા હતા કે એ આખી કોમ ચોર અને ડાકુ થવામાં પોતાની વડાઈ ને પોતાની ઇજ્જત સમજતી થઈ ગઈ હતી. માળિયા ઠાકોર પર એજન્સીનું દબાણ ઊતર્યું : કાં તો ચોર સોંપી દ્યો, નહિ તો તમારી ગાદી ડૂલશે. જાડેજારાજ એ ટોપીવાળાની પાસે મિયાંની મીની બની ગયો. મોવરને એણે એકાન્તે બોલાવી પોતાની આફત કહી, મોવરે મૂછે તાવ નાખીને કહ્યું કે ‘ફકર નહિ, બાવા! એ કામો મેં જ કર્યો છે. તમારા રાજ સાટુ થઈને હું સોંપાઈ જવા તૈયાર છું. પણ મોવરને તમે કાંડું ઝાલીને સોંપો એ તો ન બને. તમે તમારે મારા સામી આંગળી ચીંધાડી દ્યો. પછી ભલે મને એ મુછાળા ઝાલી લિયે.”

*

“હું પોતે જ મોવર : મોરબીની બૅંગી પાડનારો હું પોતે જ. મરદ હો તો ઝાલજો મને,” એટલું બોલીને પોતાના આંગણામાંથી ચોરે રોઝડીને દબાવી, આખી ફોજ એનું ઘર ઘેરીને ઊભી હતી તે ઊભી જ થઈ રહી, અને બહારવટિયાની ઘોડી વીજળીના સબકારા જેવી સહુની આંખો આંજીને નીકળી ગઈ. તરવરિયો મિયાણો જંગલમાં જઈને ઊભો રહ્યો. જોતજોતામાં તો એની આખી ટોળી બંધાઈ ગઈ, ને પછી રોઝડીનો ધણી રણ ખેડવા લાગી પડ્યો. આખી હાલારને એણે ચકડોળે ચડાવી. મોવરના મસિયાઈ પેથા જામને અલાણા નામનો દીકરો હતો. જુવાન અલાણો મોવરની ટોળીમાં ભળી ગયો હતો. આખરે પેથા જામના દબાણથી મોવરે અલાણાને સુપરત કરી દેવો એવું ઠર્યું. અલાણાને સોંપવા મોવર માળિયે આવ્યો. પડખેના ખડ ભરવાના વાડામાં બે અમલદાર હાજર હતા : એક બાવામિયાં માજિસ્ટ્રેટ અને બીજો ગિરધરલાલ કામદાર. બેઉએ પેથા જામની મારફત કહેવરાવ્યું કે “અમે અલાણાને કાંઈ સજા નહિ પડવા દઇએ.” મોવરે કહ્યું, “અલાણા! જો એ ખૂટશે તો હું બદલો લઇશ. ન લઉં તો સધુ સંધવાણીના પેટનો નહિ.” પણ અમલદાર બદલી ગયા. અલાણા પર મુકદ્દમો ચાલ્યો. પાંચ વરસની ટીપ પડી. એ સમાચાર મોવરને પહોંચ્યા. સાંજને ટાણે બહારવટિયો ઊતર્યો. મુલતાનશા પીરની જગ્યામાં છ માણસો સાથે પડાવ નાખ્યો. છયેને કહ્યું, “તમે જાઓ થાણા પર. હું પીરની જગ્યાએ નગારાં વગાડું એ સાંભળો ત્યારે તમારે બાવામિયાં ઉપર તાશીરો કરવો.” વાળુ ટાણે મોવરે ડંકો કર્યો. છયે જણાએ માજિસ્ટ્રેટના મકાન પાસે ઊભા રહીને હાકલ દીધી કે “બાવામિયાં, ખૂટલ, બહાર નીકળ જો ખરો જમાદાર હો તો.” પણ બાવામિયાં ન નીકળ્યો. પછી મોવરે જઈને થાણાની ચોતરફ કાંટાની વાડ્ય હતી તે સળગાવી. કોઈ માણસને નુકસાન ન કર્યું. ઘોડાં દબડાવી સાતે જણા રણને સામે કાંઠે ચાલ્યા ગયા.

*

“એલી બીજઈ, ગિરધરલાલ કામદારે એક વાત પુછાવી છે.” “શું?” “કે તારો ધણી મોવર તો બહારવટે રખડે છે ને તને આ હમેલ ક્યાંથી રહ્યા?” “હમેલ ક્યાંથી રહ્યા? કે’જો ઈ વાણિયાને કે ઈ વાતનો જવાબ હું નથી આપતી પણ જેના હમેલ રહ્યા છે એ દાઢીમૂછનો ધણી આવીને દેશે. કે’જો કામદારને કે હવે ઝાઝી વાર નહિ લાગે.” માળિયાનો કારભારી ગિરધરલાલ માનતો હતો કે આવા ચોકીપહેરાના પાકા બંદોબસ્તમાં થઈને બહારવટિયો રાતવરત આવ-જા કરી શકે નહિ; અને બીજી બાજુએ એને જાણ થઈ કે મોવરની સ્ત્રી બીજીબાઈને મહિના રહ્યા છે. એ જાણીને વાણિયાએ ભૂલ ખાધી. મિયાણીઓની નીતિ ઢીલી લેખાય, અને મિયાણા મરદોના ખૂનખરાબા પણ એમની ઓરતોનાં મેલાં શીલમાંથી જ નીપજતા હોય; એટલે ગિરધરલાલે બીજઈને હલકી માનવાનું ગોથું ખાધું. કોઈ બાઈની સાથે એણે બીજઈને મેણું કહેવરાવ્યું. પણ બહારવટિયાની બાયડી આ ખોટા કલંકને ખમી શકી નહિ. એનો ધણી મોવર તો વખતોવખત ઘેર આવીને રાત રહી જતો. બીજે વખતે જ્યારેએ આવ્યો ત્યારે બીજઈએ ગિરધરલાલને જવાબ પહોંચાડવા માટે એને ઉશ્કેરી મૂક્યો અને મોવરે બાતમી મેળવીને એ જવાબ દેવાનું ટાણું નક્કી કરી દીધું. દિવસ આથમતો હતો. વવાણિયા બંદરથી એક સિગરામ આવતો હતો. એમાં ગિરધરલાલ પટવારી હતા. માળિયા તદ્દન ઢૂકડું રહ્યું. દરબારગઢની મેડી ઉપર બેઠેલા ઠાકોર અને તેના દસોંદી વવાણિયાની સડકે નજર કરતા કામદારની વાટ જોવે છે. સિગરામ જાણે કે એક વાર દેખાણો પણ ખરો; પછી ઝાડનાં ઝુંડમાં દાખલ થયેલો સિગરામ દેખાતો બંધ થયો કેમ કે માર્ગે કામદારની મહેમાની થઈ રહી હતી. બહારવટિયાની ટોળીએ કામદારને ઉતારીને ખેતર વચાળે સોનેરી તળાવડીને કાંઠે લીધા. મોવરે કહ્યું કે “ગિરધરલાલ કામદાર! હમેલ કોના રહ્યા છે એ સવાલનો જવાબ લેતા જાઓ. મરદની ઓરતને તો મરદના જ હમેલ હોય એ વાત ભૂલતા નહિ. પણ કદાચ ભૂલી જાઓ તે માટે હંમેશનું સંભારણું આપું છું.” એટલું કહીને મોવરે ભેરુને ઇશારો કર્યો. સજેલી છૂરી બહાર નીકળી. “એ મોવર! તારી ગૌ! પાંચ હજાર રૂપિયા આપું.” ગિરધરલાલ ગરીબડો થઈને રગરગ્યો. “પણ રૂપિયે કાંઈ મારી બીજઈ રીઝે, ભા? તારી માફક ઇયે ઠેકડીની શોખીન છે, ગિરધરલાલ!” મોવર હસ્યો. એ ટાણે ગિરધરલાલનું નાક કાપી લેવામાં આવ્યું. થોડીક વારે સિગરામ માળિયામાં પહોંચ્યો, ત્યારે બીજી બાજુ બહારવટિયા ઘણા ગાઉ નીકળી ચૂક્યા હતા.

*

પછી તો એના બહારવટાની જોડે કંઈ કંઈ સાચાખોટા બનાવો જોડાયા છે.કહેવાય છે કે રાજકોટની સડકે એક વાર મોવર સાંઢણીની સવારી ખેલતો. રાજકોટ છાવણીવાળા ગોરા અમલદાર કર્નલ ફિલિપ્સને આંબ્યો. એ અજાણ્યા અંગ્રેજની સાથે બહારવટિયો મલક મલકની મોજીલી વાતોએ વળગ્યો. સાહેબને પોતાની અસલ સંધી સાંઢ્યા ઉપર બેસારી ગાઉના ગાઉ સુધી સાથે મુસાફરી કરી અને પછી રાજકોટના બંગલા ચમકવા લાગ્યા એટલે સાહેબને નીચે ઉતારી, હાથ મિલાવી, મોજીલો રંગીલો મોવર બીજી દશ્યે ચાલી નીકળ્યો. પાછળથી જ્યારે ગોરા કર્નલ ફિલિપ્સને પોતાના તે દિવસના ભેરુબંધની જાણ થઈ ત્યારે એની અજાયબીનો પાર નહોતો રહ્યો. વાંકાનેરની સીમમાં કોઈ એક વાવ હતી. વાવની અંદર બાજુમાં બાંધેલું એક ઊંડું ભોંયરું હતું. એ વાવ ઉપર વાંકાનેરના એક ગામનો પાણીશેરડો હતો. રોજ સવારે ઊજળા વર્ણની પનિયારીઓ ઓઢીપહેરીને ત્રાંબાપીતળને બેડલે ત્યાં પાણી ભરવા આવતી. એક દિવસ એવો જ રૂડો પ્રભાતનો પહોર ચડતો હતો. પહેલી પનિયારી પગથિયાં ઊતરીને પાણીને આરે જતી હતી. છેલ્લે પગથિયે પહોંચી, ત્યાં પડખેના વાંકમાંથી એક બાંઠિયો રૂપાળો આદમી પૂરે હથિયારે ઊભો થયો. બાઈની સામે પોતાની તીણી નજર નોંધી, નાક પર આંગળી મૂકી. હેબતાયેલી પનિયારીને એણે ભોંયરું ચીંધાડ્યું, “બીશ મા હો બોન! તારો વાળ વાંકો નહિ કરું. હું મોવર છું. બોનું-દીકરિયુંનો ભાઈ-બાપ છું. પણ હમણાં તું આ ભોંયરામાં ચાલી જા!” બાઈ ખચકાણી. મોવરે કહ્યું, “બોન! બીજો ઇલાજ નથી.” બાઈ ભોંયરામાં ગઈ. એમ બીજી, ત્રીજી, ચોથી… જેટલી ઊતરી તેટલીને તમામને ભોંયરામાં પૂરી, પોતે આઘો ઊભો રહીને બોલ્યો કે “બોનું! તમે મારી ધરમની બોનું છો. તમારા ગરીબ ભાઈને તમારાં ઘરાણાં કાઢી દઈને પછી ખુશીથી ચાલી જાવ, બાપા.” ઘરેણાંનો ઢગલો થયો, પનિયારીઓ છૂટી થઈ. મોવરે કહ્યું કે “બોનું! કસમ દઉં છું, તમારા ઘરવાળાઓને સાચેસાચું કહેજો કે તમારી લાજમરજાદ મેં કેવી નેકીથી સાચવી છે!” વાવમાંથી નીકળીને ઘરાણાંની પોટલી. સોતો બહારવટિયો ઘોડી દોડાવી ગયો અને પનિયારીઓ ખાલી બેડે ગામને કેડે પડી. સોમાસર અને મૂળી વચ્ચેના મારગમાં બહારવટિયાએ એક મોતી અને અત્તર વેચનાર સરૈયા મેમણને રોક્યો, એની પેટી ઉઘડાવી, અંદરથી રંગબેરંગી સાચાં મોતી નીકળી પડ્યાં. “ભાઈ ભાઈ!” રંગીલો મોવર નાચી ઊઠ્યો : “મારી રોઝડીની કેશવાળીને વાળે વાળે મોતાવળ પરોવીશ.” ભારો માણેક, ઇસો માણેક, મુમદ જામ વગેરે બધા સાથી મોતી ઉપાડવા લાગ્યા. અધવાલી-અધવાલી દરેકને ભાગે આવ્યાં. ઘોડીઓની કેશવાળીમાં બધા પરોવવા મંડ્યા. મેમણ ઘણું કરગર્યો, ઘણાં તોછડાં વેણ કાઢવા લાગ્યો. આખરે “એ મોવર! તેરેકુ હરજદ પીરકા સોગંદ!” એટલા સોગંદ આપ્યા ત્યારે મોવરે મેમણની એક ભરત ભરેલી દળી છોડી દીધી. ગાળો દેતો દેતો સરૈયો કહેતો ગયો કે “મોતી સાચાં છે. મોંઘાં કરીને વેચજો!” ભોજવાવ અને વીરમગામ વચ્ચે એક જાન ચાલી જાય. એમાં મોવર આડો ફર્યો. ગાડાં ઊભાં રખાવ્યાં. ભેળો એક બ્રાહ્મણનો જુવાન છોકરો વોળાવિયો હતો. તે દોડીને બહારવટિયાની તથા વરના ગાડાની વચ્ચોવચ ઊભો, કહ્યું, “મને મારીને પછી જાન લૂંટો.” ખડખડાટ હસીને મોવરે ખંભેથી બંદૂક ઉતારી, “આ જોઈ છે?” એમ કહી સામેના બાવળના થડ ઉપર ગોળી છોડી. બાવળનું લાકડું વીંધીને ગોળી ધ્રોપટ ગઈ. બહારવટિયે કહ્યું, “જો, મા’રાજ! આટલી વાર લાગશે.” જવાંમર્દ છોકરે વિનાથડક્યે ફક્ત એટલું જ કહ્યું કે “હા, પણ મને મારીને પછી લૂંટશો ને? ખુશીથી.” મોવર ખૂબ હસ્યો. એની દોંગી આંખોની ભમ્મરો ભેળી થઈ ગઈ. બામણ જુવાનની પીઠ થાબડીને કહ્યું, “રંગ છે, જુવાન! તારું વોળાવું સાચું. તને ન લૂંટાય.” મોવર ચાલી નીકળ્યો.

*

વાગડ, કચ્છ અને સિંધ સુધી મોજીલા મોવરની રોઝડી પંથ ખેંચવા લાગી. આજે આ સીમાડે, તો કાલે કોણ જાણે કયા આઘા પંથકમાં. એમ ઝબૂક! ઝબૂક! મોવર ઝબકવા માંડ્યો. એમ કરતાં એક દિવસ સોરસેડોના સોળ ગાઉ લાંબા રણમાં કચ્છ અને સિંધની વચ્ચે સાંજે સાંઢિયાની એક કતાર ચાલી જતી હતી, તેની આડો મોવર ઊભો રહ્યો, કહ્યું, “ઊભા રાખો સાંઢિયા. ઝડતી લેવી છે.” એ બોલની પછવાડે સાત-આઠ બંદૂકોની નાળ્યો પણ લાંબી થઈ ગઈ હતી. “એલા, કોણ છે ઈ?” પાછલી સાંઢ્ય માથેથી પડકાર આવ્યો. “ઈ તો કાકો મોવર સંધવાણી છે,” આંહીંથી બહારવટિયાએ ખડખડાટ હસીને સામી હાકલ કરી. “મોવર સંધવાણી! મલકનો ચોર!” એમ કહેતો સાંઢ્ય માથેથી ઠેકડો મારીને ફક્ત તરવારભેર એક આદમી મોખરે આવ્યો. “એલા ભાઈ! તમતમારે હાંકી મેલો સાંઢ્યું! હું ઊભો છું એકલો,” એમ પોતાના સાંઢ્યવાળાને કહેતો મર્દ આગળ ધસ્યો. એકલી તરવારે મોવરના ચાર-પાંચ ઘોડાવાળાને તગડ્યા. મોવરે પોતાના જણને કહ્યું કે “કોઈ એને બંદૂક મારશો મા. મને પૂછવા દ્યો.” પછી પોતે એ તરવારવાળા તરફ ફર્યો. પૂછ્યું, “કેવો છો, ભા!” “છું તો વાણિયો, અને આ માલ મારા વેપારનો છે. અંદર મારા પૈસા, કાપડ વગેરે જોખમ છે. પણ મોવર સંધવાણી! તું તો મરદાઈનો આંટો છો, આજ આવી જા પડમાં. સંધના વાણિયા શેના ઘડેલા હોય છે એ કાઠિયાવાડમાં જઈને તારે કહેવા થાશે. માટી થા, મોવર!” “હો હો હો!” મોવર ખીલ્યો. “સાચો મરદ, ખરો મરે એવો મરદ! અસલ બુંદનો બહાદર! હાંકી જા, દોસ્ત, તારી સાંઢ્યુંને. તને હું ન બોલાવું. હું મોવર!” “તો પછી તું મારો મહેમાન કહેવા, મોવર! આ લે આ ખાવાનું.” વાણિયાએ પોતાના ભાતમાંથી ખાવાનું કાઢી આપ્યું.

*

કોઈ ઉપાયે મોવર ઝલાતો નથી. રજવાડાંની પોલીસ ખૂટલ છે. તાલુકદારો અને જમીનદારોના દાયરાનું તો એ રમકડું બની ગયો છે. એની મોજીલી વીરતા સહુને જાણવી-સાંભળવી પ્યારી લાગે છે. એને કોઈ ઝાલવા દેતું નહિ અને એમ થતાં થતાં તો સાડા પાંચ વરસનાં વાણાં વાઈ ગયાં, પણ મોવરનો પત્તો લાગતો નથી. એને જીવતો કે મરેલો જે કોઈ ઝાલી લાવે તેને રૂ. પાંચ હજારનું તો ઇનામ જાહેર થયું હતું. છતાં રોજ રોજ મોવર ગામો ભાંગતો ને કેડા ઉજ્જડ કરતો રહ્યો. આખી સોરઠ જ્યારે હાથ હેઠા નાખીને થાકી ગઈ ત્યારે મુંબઈથી એક જવાંમર્દ લશ્કરી ગોરો ઊતર્યો. છ મહિનાની અંદર મિયાણાને ચપટીમાં ચોળવાનું બીડું ઝડપ્યું. છ મહિના ઉપર એક દિવસ વીત્યે આ દેહ જ ન રાખું એવી એણે પ્રતિજ્ઞા કરી. એનું નામ કૅપ્ટન સામન (Salmon) સાહેબ. સામન સાહેબે બહારવટિયાને પગલે પગલે ધરતીને ધગાવી મૂકી. મોવર સોરઠ મૂકીને ગુજરાતમાં ઊતરી ગયો. વાતો થાય છે કે બહારવટિયો ડીસા કૅમ્પમાંથી કોઈ ગોરા સાહેબની મડમને રાતોરાત પલંગ સોતી ઉપાડીને કાઢી ગયો. બહેન કહી પોતાના છૂપા રહેઠાણમાં રાખી. આખરે એને કાપડાની મોટી રકમ આપીને પાછો સાહેબના હાથમાં સોંપી આવ્યો. વળી, બીજી ભળતી વાત એમ થાય છે કે આ મડમ કાઠિયાવાડના હવા ખાવાના થાનક બાલાચડીથી ટપ્પામાં બેસીને આવતી હતી તે વખતે લૈયારા અને જાઇવા વચ્ચે વોંકળામાં મોવર એને કબ્જે લઈ રોઝડી ઉપર બેલાડ્યે બેસાડી પોતાના રહેઠાણ પર લઈ ગયેલો. પણ આ બધી વાતો ખોટી છે. લોકોએ મોવરના બહારવટાને ધર્મ-બહારવટું માન્યું. તેને લીધે ઉઠાવેલી આ કલ્પના છે. સાચો કિસ્સો તો એ બહારવટામાં સામેલ રહેનાર એક સાક્ષી પાસેથી એવો જડ્યો છે કે — મોવર ડીસાથી પાલનપુર તરફ અગિયાર ઘોડે આવતો હતો. ખરચીખૂટ હતો. સાંજ પડી એટલે સડક પર એક વાણિયો ઘરેણે-લૂગડે સામો મળ્યો. એને લૂંટ્યો. બે સિગરામ મળ્યા, એને પણ લૂંટ્યા. ત્રીજો એક સિગરામ ચાલ્યો આવે છે. પાછળ એક સોનેરી લુંગીવાળો હથિયારબંધ અસવાર વોળાવિયો બની આવે છે. મોવરની ટોળીએ એ અસવારને પકડી એના હથિયાર આંચકી લીધાં. સિગરામ ઊભો રાખ્યો. અંદર એક મડમ બેઠેલી એને ઉતારી. ભોંય પર પાથરણું પાથરી મડમને અદબથી બેસારી. સિગરામ તપાસ્યો. પણ અંદર કંઈ જ નહોતું. મડમને પાછી અદબથી બેસારી સિગરામ રવાના કરી દીધો.

*

મારવાડ મુલ્કની કોઈ વંકી જગ્યામાં બહારવટિયાએ ધરતી ઉપર બેઠાં બેઠાં ધૂળમાં લીટા કરીને પોતાના સાથીઓને કહ્યું કે “ભાઈ, ભારી ફાંફડાં નજૂમ જોવાય છે. કોઠાવાળો પીર સપનામાં આવીને કહે કે હું છૂટી ગયો. મારો ભાઈ પેથો જામ જાણે મને તેડવા આવે છે.” થોડી વારે મોવરનો ભાઈ પેથો જામ દૂરથી દેખાયો. સહુ ભાઈઓ ભેટ્યા. પેથા જામે કહ્યું, “ભાઈ મોવર! આપણાં બાલબચ્ચાં ને ઓરતો વઢવાણ કાંપની જેલમાં પડ્યાં છે. હવે કાં તો તું મને ગોળીએ માર ને કાં આવીને રજૂ થા!” “રજૂ થઈને તો ફાંસીને લાકડે લટકવું ને?” “સાંભળ, મોવર. માંડીને વાત કહું. રજૂ થઈ જવાનો ખરો લાગ આવ્યો છે. એજન્સી અને રજવાડાં તોબાહ પોકારી ગયાં છે. સામન સાહેબની પ્રતિજ્ઞાની છ મહિનાની મુદત ખલાસ થવા આવી છે. સત્તાવાળાની ફજેતી બોલાય છે. એટલે સાહેબે કહેવરાવ્યું છે કે જો મોવર રજૂ થાય, તો રૂ. પાંચ હજારનું ઇનામ મારા નામ પર કરીને તને અપાવું, અને તારો મુકદ્દમો ચાલે તેમાં તને ઊની આંચ પણ ન આવે, તારી સામે એક પણ પુરાવો ન પડે એવી તજવીજ કરવામાં આવે.” “સાહેબનો બોલ છે?” “હા, સાહેબનો બોલ.” “હાલો ત્યારે, રજૂ થવા આવું છું.” ગુજરાતના ડીસા કાંપથી થોડેક આઘે ઝાડીમાં મોવરે આવીને સામન સાહેબની સન્મુખ હથિયાર છોડ્યાં. એને ઝાલીને રાજકોટ લઈ આવ્યા. બાલાચડીની ટેકરી ઉપર અદાલત બેઠી. મોવરના માથાના ઇનામના રૂપિયા પાંચ હજાર સરકારે રાજકોટની એક અંગ્રેજ વેપારીની પેઢીમાં જમા રખાવ્યા. ગોરો જજ સાહેબ કૅપ્ટન ફન્ટન સેશન્સની અદાલત ચલાવવા બેઠો. લૂંટ, ખૂન અને નાક કાપવાના અનેક કિસ્સામાં એક પછી એક સાક્ષીઓની જુબાની લેવાણી. પ્રથમથી જ થયેલી ગોઠવણ પ્રમાણે એકોએક સાક્ષી આરોપીના પીંજરા સામે નજર કરી, મોવરની રાતી આંખ સામે મીંટ માંડી પઢાવેલા પોપટની જેમ કહેતો ગયો કે “ના સાહેબ, આ તો નહિ, આના જેવો કોક બીજો જણ ઈ ગુનો કરનાર હતો!” દસ દિવસે આ મુકદ્દમાનું નાટક ખલાસ થયું. મોવર સો-સો ગુનાના આરોપમાંથી સાવ નિર્દોષ ઠરી છૂટી ગયો. રૂ. પાંચ હજારમાંથી એના વકીલની ફી બાદ જતાં બાકીની આખી રકમ એને સુપરત થઈ અને નવાનગરમાં જામ શ્રી વિભાજીએ મોવરને જમાદારીની જગ્યા આપી. એ આબરૂદાર હાલતમાં જ મોવરની આવરદા પૂરી થઈ.