યાત્રા/कस्मै
Revision as of 10:31, 18 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|कस्मै|}} <poem> कस्मै देवाय हविषा विधेम? કોને નમું? કોણ પદે ઢળું જઈ; કે સ્તોત્ર કોનાં રહું ગુંજી ગાઈ? ન તે પ્રભુને, નહિ વા પ્રભુની અનેક રમ્ય પ્રતિમા પ્રણમ્યને! હું તેમને આજ સ્મરી નમ...")
कस्मै
कस्मै देवाय हविषा विधेम?
કોને નમું? કોણ પદે ઢળું જઈ;
કે સ્તોત્ર કોનાં રહું ગુંજી ગાઈ?
ન તે પ્રભુને, નહિ વા પ્રભુની
અનેક રમ્ય પ્રતિમા પ્રણમ્યને!
હું તેમને આજ સ્મરી નમી લઉં,
જેણે કર્યું જીવન જીવવા સમું;
ક્ષણેક વા અર્ધક્ષણેક જેણે
ઝગી જઈ અંતર વ્યોમ મારે
રંગોળીઓ પૂરી પ્રસન્ન તેજની,
ને હું સમા—
આ જિન્દગીના અવિજેય શત્રુને
કર્યો સદાને મજનૂને મત્ત.
હવે પ્રભુ જે મુજ પ્રેમ વાંછે,
આવે ભલે તે લયલા બનીને!
નવેમ્બર, ૧૯૩૮