યાત્રા/આત્માવતી તું થજે

Revision as of 06:47, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આત્માવતી તું થજે|}} <poem> પૃથ્વીનું મધુ સંચી સંચી સઘળું માધુર્યવંતી થજે, ઝીલી ભર્ગ વરેણ્ય દેવપિતૃનાં તેજસ્વતી તું થજે, સૃષ્ટિનાં ઋતચિત ચહતી, સુભૂતે વિદ્યાવતી તું થજે, સ્રષ્ટા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આત્માવતી તું થજે

પૃથ્વીનું મધુ સંચી સંચી સઘળું માધુર્યવંતી થજે,
ઝીલી ભર્ગ વરેણ્ય દેવપિતૃનાં તેજસ્વતી તું થજે,
સૃષ્ટિનાં ઋતચિત ચહતી, સુભૂતે વિદ્યાવતી તું થજે,
સ્રષ્ટાની સકલા કલા ખિલવીને સૌન્દર્યવંતી થજે,
– ને દિવ્યા જનનીની આશિષ થકી આત્માવતી તું થજે!

જાન્યુઆરી, ૧૯૪૩