યાત્રા/ટિપ્પણ.

Revision as of 09:26, 23 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ટિપ્પણ.|}} {{Poem2Open}} છંદઃ શિખરિણી. ચિંતનપ્રધાન રચનાઓ માટે, ધીરી તેમ જ શીઘ્ર ગતિમાં આંદોલિત થતો આ છંદ ઘણું સાનુકૂળ વાહન બનેલો છે. કડીઃ આરંભમાં મૂકેલા આંકડા કડીનો કમાંક, અંદરના આંકડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટિપ્પણ.

છંદઃ શિખરિણી. ચિંતનપ્રધાન રચનાઓ માટે, ધીરી તેમ જ શીઘ્ર ગતિમાં આંદોલિત થતો આ છંદ ઘણું સાનુકૂળ વાહન બનેલો છે. કડીઃ આરંભમાં મૂકેલા આંકડા કડીનો કમાંક, અંદરના આંકડા પંક્તિનો ક્રમાંક સૂચવે છે. વિષયઃ ‘મદ્યાત્રા’ની માફક આ કાવ્ય પણ મુખ્ય ત્રણ વિભાગમાં ગોઠવાયેલું દેખાય છે. ૧ થી ૨૭ કડી : વિશ્વ પ્રકૃતિનું નિરૂપણ કરે છે; ૨૮ થી ૫૪ કડીમાં મનુષ્યની ગતિ-પ્રગતિ–અવગતિનું ચિત્ર આવે છે; પ૫ થી ૮૭ સુધીની કડીમાં અધિક સૂક્ષ્મમાં પ્રવેશી પ્રભુ સુધીનું આરોહણ અને પૃથ્વી પર પ્રભુનું સ્થાયી અવતરણ સાધવાની ભાવના આવે છે. ૧ થી ૩. કવિ-વીણાના ગાનની અસર પ્રકૃતિ ઉપર ઘણી રીતે વર્ણવાઈ છે. એ છલકાઈ જતા નિરૂપણને સંયમી લઈ, માત્ર પિક-કોકિલ પૂરતું મર્યાદિત કરી લઈ ૧ કડીમાં મૂકયું છે. ૧. ૨, પપી–બપૈયો પક્ષી ૨. ૨, અ-ઋતુ-ઋતુ બહારનું ૪. ૨-૩, ડયન, ચયન–ઊડવું, વીણવું. ૯. ૩, લઘિમા–લઘુપણાનો ભાવ. ૧૦. ૨, વિશ્રમ્ભ–વિશ્વાસ. ૧૧. ૩, કરણ–પોષણ, નિર્વાહ. ૧૩. ૧, અંડો શિશુ-શિશુનાં ઈંડાં, ઊલટા ગોઠવાયેલા શબ્દો; ૨, શાવક-બચ્ચું, ૧૪. ૧, મૃદ–માટી. ૧૫. ૨, વરધન–વૃદ્ધિ. ૧૬. ૨, વિટપ-ડાળી; ૪, પીન–પુષ્ટ, મોટું. ૧૭. ૨, કાન્તાર-જંગલ; ૩, નિર્વારિ અતૃણ, - પાણી વિનાનું, તૃણ વિનાનું ૧૮. ૨, નિકરભંડાર, નારા–પાણી. ૧૯. ૧, ભૂત-આદિ મહાતત્ત્વ; ૩, ફલક-પૃષ્ઠભૂમિ, પાટિયું; વિશ્વ– નિચય-વિશ્વોનો સમૂહ. ૨૨. ૩, ઝર-નિર્ઝર, ઝરણું. ૨૩. ૧, પૂષા -સૂર્ય, ર, મોખ-ધારા. ૨૪. ૧, ઉત્સ-ફુવારો ૪, ભરણી-ભરાવો. ૨૬. ૩, ખનિત્ર–કોદાળો, ખોદવાનું સાધન. ૨૭, ૨, યાન-વિમાન, જવાનું સાધન. ૨૯. ૧. મદઝર-મદને ઝરનાર. ૩૩. ૨, ખનિ ખાણ, ૩૫. ૨, ત્યાજ્યા–તજી દેવા જેવી; ૩, દેહસમિધા–દેહરૂપી સમિધ -હેમવાની સામગ્રી. ૩૬. ૩, ઉષ્ટ્ર-ઊંટ. મોહરૂપી ઊંટ. ૩૭. ૩, ઉધરતી–ઉદ્ધાર કરતી, ઉદ્ધરતી. ૩૮. ૪, શતભુજ ભુજાવાળી. ૩૯, ૩, કુહર-ગુફા. ૪૦, અચેત્યાં–ચેત્ય, ચેતનારહિત. ૪૧. ૧, કોટ્ય-કોટિ અને અબજ; વિતતા-વિસ્તાર; ૩, શ્રુતિ જ્ઞાન. ૪૪. ચાર્વાક દૃષ્ટિ, ગમે તે રીતે જીવન માણી લો. ૪૫. ૨, વિષય-કામવાસના. ૪૭. ૨, અર્થ–પૈસો; જ, સમતાનો ધ્વજ-સામ્યવાદ ૪૮. નિર્ગલ-અર્ગલ, આગળા વિનાનો, નિર્બંધ. ૯. ૧, નીતિનદ–નીતિરૂપી નદી, નદ–મોટી નદી. પ૦, ૪, દદામા-દુંદુભિ, નરજાતિમાં પણ લઈ શકાય. પ૧, ૨, અર્ચા ૨ગતની–રક્તની અર્ચા, લેપ. ૫૩. ૧, દશન-દાઢ, દાંત; ૩, મૃત્યુવન-મૃત્યરૂપી વસ્ત્ર; અદયતમ–અત્યંત ધ્યારહિત, અશન-ભોજન. પપ. ૩, મૃત્યુખચિત-મૃત્યુથી ખચી દીધેલું; ૪, વિનાશનાં વજ્રથી ગગન ભરી દેવાનું. ૫૬. પ્રકૃતિનાં ગૂઢ સત્યને જય છે. પ૭. ૩, અશનિ-વા. ૫૯. ૧. વ્યર્થાશા-વ્યર્થઆશા ૬૧. આ કડીને સુધારી લીધેલી છે. સુધારેલીને કૌંસમાં મૂકી છે. ૬૨. ઉદવૃત-ખોલી નાખેલું. ૬૩-૬૪. પૃથ્વીના સંબંધે છે. ૬૬. ૧, ઓન્નત્ય-ઊંચી સ્થિતિ, ૨, પુદ્ગલ-પિંડ, શરીર. ૭૨–૮૪. નવી રચનામાં ન લેવાયેલ આ ૧૩ કડીનો ભાગ વિગતમાં પૂરતા પ્રશ્નો અને દલીલ કરીને નિરાશા-ભાવને મટાડે છે. એ લાંબી વિચારણાને, કાવ્યને સંક્ષિપ્ત કરવા માટે, અહીં સ્થગિત કરી છે, પણ તે ઉત્તમ સામગ્રી પૂરી પાડે છે. ૭૨. ૨, ઉધરીને-ઉદ્ધાર-કરીને, ૭૪. ૩, સુખનગરી-યુટોપિયા (utopia) ૭૬. ૩, નિષ્છાયા–છાયા વિનાની. ૭૯. નિવહે–વદન કરે. ૮૧. ૩, અચસ–લોઢું. ૮૨, ૩, પ્રાણો ’નુરણને–પ્રાણોના અનુરણનમાં, મન તથા પ્રાણને અનુસરતું. ૮૩. ૩, સિકતા–રેતી; ૪, ઉપરતિ-વિરામ, વૈરાગ્ય, ૮૫. ૧, વિકસન-વિકાસ. ૯૦. તાજી લખાયેલી કડી. કોકિલ કવિ ઉપર મંજરીના કણ વરસાવે છે અને કવિ એ આનંદલીલાને સત્કારી-આવકારી લે છે.