ગુજરાતી ગઝલસંપદા/ હરિશ્ચંદ્ર જોશી

Revision as of 14:18, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| હરિશ્ચંદ્ર જોશી |}} <poem> ગણવું જ કાંઈ હોય તો થડકા ગણી બતાવ, તેં ફેરવેલા શ્વાસના મણકા ગણી બતાવ.<br> દુષ્કાળના માઠા વરસમાં આંગણે મૂકી, ઊડી ગયેલ પંખીનાં પગલાં ગણી બતાવ.<br> વહેલી સવારે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હરિશ્ચંદ્ર જોશી

ગણવું જ કાંઈ હોય તો થડકા ગણી બતાવ,
તેં ફેરવેલા શ્વાસના મણકા ગણી બતાવ.

દુષ્કાળના માઠા વરસમાં આંગણે મૂકી,
ઊડી ગયેલ પંખીનાં પગલાં ગણી બતાવ.

વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું,
ને એ પછી તૂટી જતા પડઘા ગણી બતાવ.

તલવાર જેવો છે સમય, લાચાર તું હવે,
ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ.

એકાદ બે કે પાંચ-પચ્ચીસ કે વધુ હશે,
તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,
રાખ્યા છે કિંતુ કેટલા પડદા? ગણી બતાવ.