શાંત કોલાહલ/૨ પ્રથમ પ્રહરે

Revision as of 01:23, 28 March 2023 by Meghdhanu (talk | contribs) (+created chapter)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨. પ્રથમ પ્રહરે

<poem>હળુ હળુ વિના ઝંકારે જ્યાં ધરે પદ શર્વરી ઉડુગણ તણાં આભે સોહી રહે કંઈ ઝુમ્મર ! પરિમલથી રોળાતી એની સુકોમલ પામરી અરવ ફરકે, અંધારામાં અનાવિલ સુંદર.

જનપદ તણી વાળું-વેળા વીતી ગઈ ને હવે લહર લહરે તંદ્રાળું કૈં અડે સહુને હવા : સુખદુઃખની વાતે તો કોઈ પુરાણકથામૃતે, ભજન તણી ધૂને વા કોઈ વળ્યાં રતિ-ઐક્યમાં.

ઇહ સકલ કર્મોની લીલાની યે શયને ઇતિ : શિથિલ તનને પંપાળે જ્યાં અતીન્દ્રિયનો કર શ્રમહર; નવોન્મેષે રે ત્યાં થતી મનની યુતિ સ્વપનમય કોઈ લોકે વા સુષુપ્તિમહીં વર.

અહીં જ રયિ-પ્રાણે સૌહાર્દે લીધું પરિરંભણ, શબ્દ મહીં ના આવે એવી અવસ્થિતિ નંદન.<poem>