એકોત્તરશતી/૫૧. સમવ્યથી

Revision as of 15:59, 29 March 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સમવ્યથી(સમવ્યથી )}} {{Poem2Open}} કીકો ન થતાં જો હું કુરકુરિયું થયો હોત—તો રખેને તારી થાળીના ભાતમાં હું મોં ઘાલવા આવું એ બીકે શું તું મને મના કરત? સાચું કહે, છેતરતી નહિ મા! તું શું મને ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સમવ્યથી(સમવ્યથી )

કીકો ન થતાં જો હું કુરકુરિયું થયો હોત—તો રખેને તારી થાળીના ભાતમાં હું મોં ઘાલવા આવું એ બીકે શું તું મને મના કરત? સાચું કહે, છેતરતી નહિ મા! તું શું મને કહેત : ‘હઠ હઠ હઠ! ક્યાંથી આવ્યું આ કૂતરું?' જા, મા, તો જા, મા! મને તારા ખોળામાંથી ઉતારી મેલ? હું તારા હાથનું ખાવાનો નથી, હું તારી થાળીમાં ખાવાનો નથી! કીકો ન થતાં મા, જો હું તારું પોપટપંખી થયો હોત તો રખેને હું ઊડી જાઉં એ બીકે શું તું મને સાંકળે બાંધી રાખત? સાચું કહે, મને છેતરતી નહિ મા! તું શું મને કહેત : ‘અભાગિયું પંખી સાંકળ તોડી થાપ આપી ઊડી જવા ચાહે છે.’ તો મને ઉતારી મેલ મા! મારા પર વહાલ ન કર! હું નહિ રહું તારા ખોળામાં, હું વનમાં જ જતો રહીશ.

(અનુ. રમણલાલ સોની)