શાંત કોલાહલ/ચૈત્રનું પ્રભાત

Revision as of 05:26, 2 April 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
ચૈત્રનું પ્રભાત

શીતલ
સવારનો સમીર

ઓસજલ
સ્નપિત
વસુંધરાને અંગ
ઝીણું વાદળનું ચીર

કુંદની સુગંધ
ભૃંગ રવ
શ્રુતિ મંત્ર

અવધાન-નત નેત્ર
નત કૈંક
શિર

ત્યહીં
વરેણ્ય ભર્ગની તર્જનીથી
સૂર્ય
ચિબુકને કરે મૃદુ સ્પર્શ

ક્પોલની સ્નિગ્ધ અરુણાઈ

કુંજમહીં
વિહંગની વાજે શરણાઈ