યાત્રા/રહો સભર તૃપ્ત

Revision as of 14:39, 19 May 2023 by Meghdhanu (talk | contribs) (formatting corrected.)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રહો સભર તૃપ્ત

રહો સભર તૃપ્ત, આત્મ! રસઘૂંટ એકાદ કો
મળ્યો નવ મળ્યો જગદ્રસતણો, ન પરવા ધરો;
મળ્યું અગર એક ચુંબન, મળ્યું ન વા, તો ભલે!
છલી અગર લક્ષ્મી-શક્તિ, નહિ વા, ભલે તો ભલે!

પ્રગાઢ મળ્યું એક ચુંબન? ન ઝંખ બીજું પછી,
સમસ્ત જગચુંબનોની અનુભૂતિ એ એકમાં,
અને અગર એક યે નવ મળ્યું? અહો તે ય તું
અજાણ રસનો ન, તારી ચિતિ ગૂઢ જાણે બધું.

અહો રસનિધે! રસો તણું રહસ્ય તેમાં બધું :
ત્વમેવ રસરૂપ, સર્વરસવિદ્, રસોત્સર્જક,
ત્વમેવ રસનાથ : એ સ્મૃતિ ભલે થઈ લુપ્ત; આ
જગત્ સહ ઘસાઈ લુપ્ત દ્યુતિને કરી દીપ્ત લે.

અને નિરખશે તું સિદ્ધ નિજ પૂર્ણતામાં પછી
જગદ્રસ બધા તવૈવ રસધિની ઊર્મિચ્છવિ.


ડિસેમ્બર, ૧૯૪૭