જોસેફ મેકવાન
મેકવાન યોસેફ ફિલિપભાઈ (૨૦-૧૨-૧૯૪૦) : કવિ. જન્મ વતન અમદાવાદમાં. ૧૯૬૮માં ગુજરાતી વિષય સાથે ગુજરાત યુનિ વર્સિટીમાંથી બી.એ., ૧૯૭૦માં એમ.એ., ૧૯૭૫માં બી.ઍડ. ૧૯૬૩થી શેઠ ચી. ન. વિદ્યાલય, અમદાવાદમાં શિક્ષક. ‘સ્વગત’ (૧૯૬૯) ની સૌનેટ, છંદોબદ્ધ અને ગીતમાં આકારિત પ્રકૃતિ અને પ્રણયની કવિતા સોંદર્યલક્ષી કવિતાથી વિશેષ પ્રભાવિત છે. સૂરજનો હાથ' (૧૯૮૩)માં પ્રકૃતિકાવ્યો છે, પરંતુ અછાંદસ અને પરંપરિતને આશ્રય લેતી અને નગરજીવનના સંવેદનને પ્રગટ કરતી એમની કવિતા આધુનિક પ્રભાવવાળી છે. ‘તોફાન' (૧૯૭૯) અને ‘ડિંગડોંગ ડિંગડાંગ' (૧૯૮૨) એમના બાળકાવ્યોના સંગ્રહો છે. ‘ક્રોસ અને કવિતા' (૧૯૭૭) તથા. ‘સ્તત્રસંહિતા' (૧૯૮૦) એમનાં આસ્વાદ અને અનુવાદનાં પુસ્તકો છે.