૨. વાર્તા [ટૂંકીવાર્તા]
૧૯મી સદીમાં લખાયેલાં વાર્તારૂપ લખાણો – નીતિબોધક કથાઓ, દૃષ્ટાંતકથાઓ, વગેરે – પણ ‘વાર્તા’ વિભાગમાં મૂક્યાં છે. વાર્તા એટલે અહીં વ્યાપકપણે કથા, બોધકથા, વારતા, લઘુકથા, અને ટૂંકીવાર્તા. (જૂની વાર્તા અને નવી વાર્તા). ક્યારેક શીર્ષક પરથી વિગત સ્પષ્ટ નહીં થઈ હોય ત્યાં, કોઈક સળંગ કથા પણ અપવાદરૂપે આ વિભાગમાં આવી ગઈ હોવા સંભવ છે. લેખકે પોતે જ પોતાની વાર્તાઓમાંથી ચયન-સંગ્રહ કર્યો હોય ત્યાં એને (સંપાદનમાં ન મૂકતાં) લેખકની કૃતિ તરીકે જ, એટલે કે અહીં, મૂક્યો છે. ‘–ની શ્રેષ્ઠ વાર્તાઓ’ (પોતે જ સંચિત કરેલી) એવું પુસ્તકશીર્ષક ન હોય ત્યાં કૌંસમાં ‘(સ્વ-સંચિત)’ એવી નોંધ મૂકી છે. એક જ પુસ્તકના બે લેખક હોય ત્યાં એકનું નામ મૂક્યા પછી કૌંસમાં (+...)ની નિશાનીથી સહલેખકનું નામ મૂક્યું છે. સહલેખકનું નામ ન મળ્યું હોય એવાં સહલેખનોમાં ‘(+અન્ય)’ એવા નિર્દેશ કર્યા છે. એક જ શીર્ષક હેઠળ વાર્તાસંગ્રહોના એકથી વધારે ભાગ હોય (જેમકે ‘તણખામંડળ’ ૧ થી ૪) ત્યાં એ બધાનો નિર્દેશ પહેલા ભાગના પ્રકાશનવર્ષ સાથે (બીજા ભાગોનાં વર્ષો પણ નિર્દેશીને) કર્યો છે. ઉપરાંત, પછીના ભાગ બીજા દાયકામાં જતા હોય ત્યાં ફરી એનો ઉલ્લેખ કર્યો છે. ઉ.ત. ૧૯૩૨, ૧૯૩૬ તણખામંડળઃ ૩, ૪.... વગેરે. |