અથવા અને/અંધારામાં ભૂલા પડેલા એક સર્પને...

Revision as of 23:48, 28 June 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અંધારામાં ભૂલા પડેલા એક સર્પને...| ગુલામમોહમ્મદ શેખ}} <br> <br> <poem>...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અંધારામાં ભૂલા પડેલા એક સર્પને...

ગુલામમોહમ્મદ શેખ



અંધારામાં ભૂલા પડેલા એક સર્પને
મેં આંગળી ચીંધીને
ચન્દ્રરેખા બતાવી.
હું જ્યારે પાછો ફર્યો ત્યારે એ
ચન્દ્રરેખા પર ગૂંચળું વળીને બેસી ગયો હતો.

નવેમ્બર, ૧૯૬૦
અથવા