ગુજરાતી કવિતાનો આસ્વાદ/ઊંડી રજની

Revision as of 05:47, 29 June 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઊંડી રજની|સુરેશ જોષી}} <poem> (રાગ મ્હાડ) આ શી ઊંડી રજની આજની ભણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઊંડી રજની

સુરેશ જોષી

(રાગ મ્હાડ)

આ શી ઊંડી રજની આજની
ભણે ઊંડા ભણકાર!
આ શી ઊંડી રજની!

ઘેરી ગુહા આકાશની રે
માંહિ સૂતો ઊંડો અન્ધકાર,
ઊંડા ડૂબ્યા નભતારલા કંઈ
ગૂઢ સન્દેશ વ્હેનાર રે.
આ શી ઊંડી રજની!

શાન્તિપૂર રેલી રહ્યું રેઊંડું
અદ્ભુત સહુ ઠાર,
એ પૂરને ઝીણું ઝીણું હલાવી
છાનો અનિલ રમે સુકુમાર રે.
આ શી ઊંડી રજની!

ડૂબી ઊંડી એ પૂરમાં રે
તરુવરકેરી હાર,
મોહમન્ત્રથી મૂઢ બની એ
કંઈ કરે ન ઉચ્ચાર રે.
આ શી ઊંડી રજની!
મૂઢ બન્યો એહ મંત્રથી રે,
સ્તબ્ધ ઊભો હું આ વાર,
ગૂઢ અસંખ્ય ભેદો કંઈ,
કરે ચોગમ ઘોર ઝંકાર રે.
આ શી ઊંડી રજની!

જાગી ઊઠી એ ઝંકારથી રે
અનુભવું દિવ્ય ઓથાર,
ભરાયું ભેદ અસંખ્યથી રે
મ્હારું હૃદય ફાટે શત ધાર રે!
આ શી ઊંડી રજની!

ગૂંથાયું એ શત ધારથી રે
એહ સ્તબ્ધ હૃદય આ ઠાર,
શાન્ત, અદ્ભુત, ઊંડા કંઈ
સૂણે ઉચ્ચ ગાનના પુકાર રે,
આ શી ઊંડી રજની!
– નરસિંહરાવ દિવેટિયા (હૃદયવીણા)