કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૨૭. ફિલાડેલ્ફિયામાં ડહેલિયા

Revision as of 01:52, 14 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૭. ફિલાડેલ્ફિયામાં ડહેલિયા

ફિલાડેલ્ફિયામાં ડહેલિયા અઝેલિયા,
ગુલમોર ને રાતરાણી મળતાં નથી.
મેપલ ને બર્ચનાં ઊભાં છે ઝાડ,
મને ચંપો ચમેલી અહીં મળતાં નથી.
ડેફોડિલ, ટ્યુલિપ, ઇમ્પેશન્સ, પટુનિયા,
નવાં નવાં નામની ફૂલોની દુનિયા.
ભારતની આરતના મ્હॅકી ઊઠે મોગરા,
અહીં લાલ લાલ કેસૂડાં સળગતાં નથી.
ગુલમોર ને રાતરાણી મળતાં નથી.
પાઈન અને સ્પ્રુસ અને ડોગ્વુડનાં ઝાડ,
કેળ ને કદંબનો અહીં ક્યાં છે ઉઘાડ?
પારિજાત બોરસલી કેવડો ને ગુલછડી,
મારા મનમાંથી કેમે કરી હઠતાં નથી.
ગુલમોર ને રાતરાણી મળતાં નથી.