હે મંગલ ! હે મંગલ ! ચરણતલ તવ, આજ મમ લહો ચિત્ત પલપલ ચંચલ. હે મંગલ ! હે મંગલ ! બહુ જુગો જલ જીવનનાં વહી, તરંગો સહુ આજ રે’કહી : હે દયામય ! સ્થાન દે, તવ પાસ આવ્યું પથિક જલ. હે મંગલ ! હે મંગલ !