બારી બહાર/૭૯. શી કસોટી, હાય!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭૯. શી કસોટી, હાય!

શી કસોટી, હાય !
પૂજામાળા જાશે મારી અધમારગ શું વિલાઈ ?
અધમારગ પૂજાની દીવડી જાશે શું ઓલાઈ ?
શી કસોટી, હાય !
શે અપરાધે, નાથ !
થાતો મારે હૈયે આજે લજ્જાનો આઘાત ?
જે તીરથની જાત્રી ચાલી આવી દિવસરાત્રી,
એ તીરથ નહિ પહોંચાય ?
શી કસોટી, હાય ?