શ્રેષ્ઠ અનિરુદ્ધ/૨૪. આજ-૧

Revision as of 02:06, 10 October 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''૨૪. આજ-૧'''</big></big></center> <br> {{Block center|<Poem> સવાર, કૂંળો તડકો ઝિલાયો બારી મહીં, ને કલ્લોલતું બુલબુલ કો’ ક્યહીંથી આવી ચડ્યું, છેડી ગયું સૂરાવલી, મૂકી ગયું શાં અણજંપ કંપનો આ રિક્ત હૈયે! — ને,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૪. આજ-૧


સવાર,
કૂંળો તડકો ઝિલાયો
બારી મહીં, ને
કલ્લોલતું બુલબુલ કો’ ક્યહીંથી
આવી ચડ્યું, છેડી ગયું સૂરાવલી,
મૂકી ગયું શાં અણજંપ કંપનો
આ રિક્ત હૈયે! —

ને,
અદૃષ્ટ કો’ પીંછી ફરી ગઈ આ
બારી તણા કાચ પરે, ઝૂકી રહી
વને વને પલ્લવ-પુષ્પ-ગંધે

મ્હેકી રહેલી તરુની ઘટાઓ —
ઢાંકી દીધું આ મનને ધરા જ્યમ
વસંતની કોડભરી સુગંધની
ઝંખા થકી —

હા,
મારે હવે આજ વસંતપંચમી.