શૈશવની સિન્દુરપગલીએ, ભમતો તું અંતરની ગલીએ, હસતો ફુલડાંની ઢગલીએ , રમતો ને જમતો. એ પગલી ન પડી જ પડી જ્યાં, આ ધરતી ઉરને ન અડી ત્યાં, ક્યાં ઉપડી અહ એ અધઘડીમાં હસતી કે રડતી? (૧૦ મે, ૧૯૩૧)