પૂર્વાલાપ/૪૩. સ્થિતિભેદ

Revision as of 13:56, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪૩. સ્થિતિભેદ


આંબાડાળે કોયલ બોલે :
મલ્હારો મોરલિયા ખોલે :
વ્હાલાંઓ પોઢયાં હિંડોળે :
જાવું ત્યાં હાવાં!

***

આંખલડીનાં આંસુ ખૂટયાં :
હૈયાનાં દોરડિયાં તૂટયાં :
રણવગડે લૂંટારે લૂંટયાં :
જાવું ક્યાં હાવાં?