પૂર્વાલાપ/૬૭. મનોહર મૂર્તિ
Revision as of 14:38, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> <center><big><big>૬૭. મનોહર મૂર્તિ</big></big></center> <br> {{Block center|<poem> <center>[કવ્વાલી]</center> દેવે દીધી દયા કરી કેવી મને, અહા! મૂર્તિ મનોહર માશૂકની! નવરંગ પ્રફુલ્લ, ગુલાબ સમી મૃદુ, મૂર્તિ મનોહર માશૂકની! નયને કંઈ ન...")
દેવે દીધી દયા કરી કેવી મને,
અહા! મૂર્તિ મનોહર માશૂકની!
નવરંગ પ્રફુલ્લ, ગુલાબ સમી
મૃદુ, મૂર્તિ મનોહર માશૂકની!
નયને કંઈ નૂર નવું ચળકે,
વદને નવી વત્સલતા ઝળકે;
સખી! એક જ તું ગમતી ખલકે
મને, મૂર્તિ મનોહર માશૂકની!
શિરકેશ સુકોમલ સોહી રહ્યા,
સ્મિત જોઈને તારક મોહી રહ્યા,
કામધેનુ-શી બાલક દોહી રહ્યા
તને, મૂર્તિ મનોહર માશૂકની!
હૃદયે શુભ, ઉજ્જવલ ભાવ ભરો :
પ્રણયામૃતની પ્રિય ધાર ધરો :
સહચાર મહીં ભવ પાર તરો,
સખી! મૂર્તિ મનોહર માશૂકની!
નવરંગ, પ્રફુલ્લ, ગુલાબ સમી,
મૃદુ, મૂર્તિ મનોહર માશૂકની!
દેવે દીધી દયા કરી કેવી મને,
અહા! મૂર્તિ મનોહર માશૂકની!