ગામવટો/કૃતિ-પરિચય

Revision as of 04:18, 14 December 2023 by Shnehrashmi (talk | contribs)
કૃતિ-પરિચય

ગામવટો

મણિલાલ હ. પટેલના લલિતનિબંધોમાંથી પસંદ કરેલા કુલ ૨૫ નિબંધો વિનેશ અંતાણી અહીં સમાવ્યા છે. વિવિધ શૈલીમાં લખાયેલા આ નિબંધોમાં પ્રકૃતિરાગ, અતીતરાગ અને ગ્રામચેતના આત્મીયતાથી આલેખાયાં છે. એમાં ગામ, ઘર, ફળિયું, પાદર, મેળો, વઢાઈ ગયેલાં ખેતરો, ઉદાસ પાવાગઢ, જંગલો, પહાડો, નદી-ધોધ-રણ-દરિયા, તારાભર્યું આકાશ ને સીમ-વગડાની રાત્રિઓ, ઋતુઓ અને વૃક્ષો વગેરેની કાવ્યાત્મક ગદ્યમાં પ્રગટતી સૃષ્ટિ કૈંક અંશે ઉદાસી અને વિષાદના રંગે રંગાયેલી છે. પ્રકૃતિખચિત રમણીય સૃષ્ટિ, ચિત્રાત્મક ભાષા, ઈન્દ્રિયગ્રાહ્ય કલ્પનો, દૃશ્યાવલીઓ અને ક્યાંકક્યાંક દેખા દેતી વિચારકણિકાઓ આ નિબંધોનો વિશેષ છે.

— અનંત રાઠોડ