મણિલાલ હ. પટેલનાં કાવ્યો/તમે ઘેર નથી

Revision as of 02:57, 14 February 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''તમે ઘેર નથી'''</big></big></center> <poem> વાડ પર બેસીને દૈયડ ગાય છે વાડના કાંટાઓ એનાથી સુંવાળા થાય છે ને તમે ઘેર નથી... બારીમાંથી મધુમાલતીની વેલ અંદર આવે છે ભીંતો ઓરડાઓ મહેક મહેક થાય છે ને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તમે ઘેર નથી

વાડ પર બેસીને દૈયડ ગાય છે
વાડના કાંટાઓ એનાથી સુંવાળા થાય છે
ને તમે ઘેર નથી...

બારીમાંથી મધુમાલતીની વેલ અંદર આવે છે
ભીંતો ઓરડાઓ મહેક મહેક થાય છે
ને તમે ઘેર નથી...

ચાંદની આવીને પથારીમાં બેસે છે, પછી –
સૂનમૂન પંખી પણ કલરવતું થાય છે
ને તમે ઘેર નથી...

કેટલા દિવસો પછી એક પતંગિયું
આજે આવ્યું છે ઘરમાં ને
ફરફરે છે હવા શું બધબધે
કણકણમાં કોઈ રણઝણ રણઝણ રણઝણે છે
ને તમે ઘેર નથી...

પહેલો વરસાદ અને માટી પણ મહેક મહેક
છાતીમાં આરપાર મારમાર
તારતાર વાછંટો વાય છે
ને તમે ઘેર નથી...

શ્રાવણમાં ભીંજાતા તડકાઓ સંગાથે
આખુંયે ઘર હવે ઓગળતું જાય છે
ને તમે ઘેર નથી...

વેલાથી લીલેરી વાડ ખુદ ગાય છે
કે તમે ધેર નથી...