કિન્નરી ૧૯૫૦/કોઈ બ્હાને
Revision as of 01:25, 23 March 2024 by Meghdhanu (talk | contribs) (Meghdhanu moved page કિન્નરી ૧૯૫૦/જલધિને આરેકોઈ બ્હાને to કિન્નરી ૧૯૫૦/કોઈ બ્હાને without leaving a redirect)
કોઈ બ્હાને
હવે મારું મન નહીં માને!
હવે એને ચહો કે ન ચહો,
વાત કોઈ કહો કે ન કહો;
હવે એ તો ધરશે ન ધ્યાને!
થયું છે શું હુંય તે ન જાણું,
એ તો બસ ગાય નિજ ગાણું;
રાતદિન રહે નિજ તાને!
૧૯૪૯