તમે ના આવો તે કશું ના ક્હાવો તે ખબર તમને શી મુજ સ્થિતિ? અધૂરા વાક્યે કો સતત ઝૂરતી હોય ન ઇતિ! હજી ના તાવો તો અને જો આવો તો ખબર તમને શી મુજ સ્થિતિ? પુન: શૂન્યત્વેથી હૃદય વિકસે વ્યાપક ક્ષિતિ! ૧૯૫૬