પુનશ્ચ/રસ્તો

Revision as of 23:57, 28 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રસ્તો

સ્ત્રી : હવે તમે અંદર આવવાનો રસ્તો જાણો છો.
પુરુષ : અંદર આવવાનો રસ્તો હું જાણું તે પહેલાં
         મારે બહાર જવાનો રસ્તો જાણવો જોઈએ.
સ્ત્રી : એમ કેમ ?
પુરુષ : જ્યાં માયાવી ટાપુ હોય,
         ટાપુ પર સર્સી હોય,
         એના હાથમાં જાદુઈ પુષ્પો હોય,
         એના મહેલમાં માનવપશુ-પક્ષીઓ હોય,
         ત્યાં હું યુલીસિસ.
         હવે ન પૂછશો ‘એમ કેમ ?’
         હવે તમે તો એમના એમ.

૨૦૦૪