આ ન્યૂ યૉર્ક નામે પંખી! શું અધખૂલી બે પાંખે, નભનીરખતી આંખે રહ્યું અગમને ઝંખી? નસનસમાં તો ઘેન, ને ઘડી ન તોયે ચેન; તે ગયું હશે શું ડંખી? જુઓ, આ જગ જ્યાં બૂડ્યું, ત્યાં તો ઓ ઊડ્યું, ઓ ઊડ્યું એ ન્યૂ યૉર્ક નામે પંખી! ૧૯૮૫