ઝાડ તળે
ઊભું રહી
ડાબો હાથ કાન મૂકી પાડે બૂમ.
બૂમ રાઈ રાઈ
ગબડ્યા કરે વગડાના માથે.
પ્રજળે વનમાં વાટ.
ધૂંસરા પર ડચકારો
ઢીંચણે ધોરી
ગાડું તસુભર ચસકવાનું નામ ન દે
ઊંડળમાં ખોરડું
ધડુકે મોભ
ગડભે જતો રસ અડધમાં
પવન પોટામાં
પડી ગાંઠ.
શિયાળલાળીમાં વહી જાય ખોરડું.