જનપદ/ઘૂઘરાનું ઘરમાં જવું

Revision as of 10:13, 14 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઘૂઘરાનું ઘરમાં જવું

આરંભ
અંધારા
સમુદ્રતળિયે જળઓળા
અંધારવેલ નહોરા ભેરવે દિશાઓ પર
વાવાઝોડાં થઈ ફાલે પાણી
આગ પેટાવવાની ભૂંગળીમાં ફૂંકાય વાયરો
ફૂંકમાં વાસ રણકે
ભૂંગળીમાં વાયરો જળ
જળ અદદ્દલ અગ્નિ
અંધાધૂંધ છેદે જળ પવન ધૂળ તેજ આકાશ
ચન્દ્ર અંકોડો
સમુદ્ર ઊંચકે
ને ગાલ્લું ઉલાળ
લોઢ માથે ઠલવાય
રહી જાય કેડ સમાણો કાંપ.

ધરતી કરે પ્રદક્ષિણા
ચન્દ્ર હોલવાય પ્રજળે
મંડલમાં ઘડભાંજ કરે સૂર્ય
આકાશ તારા ચપલક
મેઘ વીજની જુગલબંધી
સંગત વાયુની
માંકડાફાડ તાપ
ખદખદ કાંપરાબ
લ્હાય

ઊકલે ચર્મવસ્ત્ર
ફચકે પેશીઓ
નોખાં કાંસકાં
માંસ સ્નાયુ થાપા ખોવાય.
દશદિશ રસાયણ પાણી
હાડ સંગ રાબ ઘરોબો બાંધે
ઊંજણ કરે પંડનું
સૂર્યની ચઢ ઊતર
તારનું અંધારામાં ભીંજાવું
ઠારનાં ધાડાં
ધરતી, જળ અને આકાશનું ઊકળવું.
માથા સમાણાં કાંપ ડળ,
ગ્રંથિઓ મલીદો
હોલવાઈ છાતી
ખાલ ખરકલા ગરકાવ
બચે હાડ કણી
રસે રસાયણ પાણી
અવશેષ રહેવું માથાની મીંજનું
એમ ઊભાં ઊભાં જ અમારું અશ્મ થવું
ઋતુઘૂઘરાનું
પાછું
જળના ઘરમાં જવું.