રોમથી પ્રવેશે કીડીના વાદે
પછી
ખેલ હાથીનો.
ખાતર – ઢગલો વેરતાં
ભાગ્યા
ચોમેર
વીંછી અંકોડિયા,
ખજૂરાં એક સામટાં.
બધો ગામ–પથારો ખૂંદી કાઢે.
ઊંચી બેસણીની ધોરી નસ પર લુંબઝુંબ.
ગગડતા ઢાળમાં
તાજી ગણેલી
પથ્થરની હાર પર ફદ પડે.
ગોંદરે અટવાતા પગના કાંસકે ચઢી ઊતરે.
પાર વહેળો.
અહીં કુહરમાં માતરિશ્વા ભૂરાંટો.
ઠામમાં ઘટ્ટ
વેરાય તો પ્રવાહી.
સવારી વાયુ પર
વાયુથી વાયુ.
ઊફરો ખેલ હાથીનો.