જનપદ/ભણકારા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભણકારા


પહેલા ભવની ડૂંટી.
મઘમઘી કસ્તૂરી.
ચકળવકળ મોવટી* ફટોર આંખ.
ધરાનાં બોલ્યાં ઓતરાદાં દ્વાર.
વાણી અને સતના બેડામાં
ડળકે પાણીરો પડછાયો
ફેર કૂવામાં ગોળ ઊતરતાં પગથિયાં
માંય આંતરે ઝરૂખા.
જાંબુજળ ઉદર.

બધા ભણકારા
આવી ઠર્યા છે તળિયે.

  • મોવટી : નેવાંનાં નળિયાં તળે વળીના છેડા મઢી લેતી કોતરણીવાળી પટ્ટી.