સિગ્નેચર પોયમ્સ/તો? – ચિનુ મોદી

Revision as of 01:47, 21 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તો?

ચિનુ મોદી


શ્વાસમાં છલકાય છાની ગંધ તો?
ને બધે ચર્ચાય આ સંબંધ તો?

કંઠથી છટક્યો ટહૂકો મોરનો
ડાળ પરથી જો મળે અકબંધ તો?

આંખમાંથી આંસુઓ લૂછો નહીં
તૂટશે પે....લો ઋણાનુબંધ તો?

લાગણીભીના અવાજો ક્યાં ગયા?
પૂછશે મારા વિશેનો અંધ તો?

હું ક્ષણોના મહેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો?