ચાંદરણાં/ફૂલ

Revision as of 16:08, 22 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


16. ફૂલ


  • ફૂલની પ્રતિષ્ઠા સુગંધ છે, એનો બોજ એને કચડી નાખતો નથી.
  • ફૂલ પોતાનામાં રહીને ફોરમરૂપે પોતાની બહાર જાય છે!
  • સુવાસ આગળ જતી હોય તો ફૂલ શા માટે આગળ જાય?
  • ફૂલની જેમ જીવવા ફૂલ જેટલું આયુષ્ય સ્વીકારવું પડે!
  • ફૂલના જન્માક્ષર મંડાય એ પહેલાં તો એ મરી જાય છે!
  • પતંગિયું નહીં ચૂંટાયેલા ફૂલ પાસે જ જાય છે.
  • પુષ્પો પોતે જ સુંદર છે એટલે ફૅશનેબલ નથી.
  • કોઈ ફૂલ પોતાના બોજથી કચડાતું નથી.