ચાંદરણાં/ધુમ્મસ
From Ekatra Wiki
Jump to navigation
Jump to search
15. ધુમ્મસ
- ધુમ્મસ એવી ભીની વાતો કરે છે કે પાંદડાં વધારે લીલાં થઈ જાય છે.
- ધુમ્મસ છવાય ત્યારે પૃથ્વી આકાશ થઈ જાય છે.
- સવારના ધુમ્મસ માટે ખીણ આખો દિવસ ખાલી રહે છે.
- ધુમ્મસનું કપડું સવાર ન પડે ત્યાં સુધી આબરૂ ઢાંકે !
- પહાડ દરિયે નહાવા નથી જતો, એટલે ધુમ્મસ રોજ એને સ્પંજ કરે છે.