ચાંદરણાં/પડછાયો

Revision as of 16:10, 22 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


17. પડછાયો


  • દીવાને આગળ રાખશો તો પડછાયો પાછળ રહેશે.
  • જાગ્રતિના પડછાયાને લોકો ઊંઘ કહે છે.
  • પડછાયો પાણીમાં પડે તોયે ભીનો થતો નથી.
  • ટૂંકા પડછાયા લંબાવા માટે સાંજની પ્રતીક્ષા કરે છે.
  • જોડાજોડ ચાલવું એટલે પડછાયા સાથે ચાલવું!
  • અનુકરણ ન કરે તે પડછાયો ન કહેવાય!
  • માણસનો પડછાયો તેનો આજીવન વફાદાર હોય છે.