- ઈશ્વરને વાપરે તે ‘આધ્યાત્મિક’ કહેવાય!
- અનેક અજાણ્યાઓએ ઈશ્વરને જાણીતો કર્યો છે!
- પ્રાર્થના કરનારો માને છે કે ઈશ્વરને માત્ર કાન જ છે!
- ઈશ્વરને હાજર કરો! દર્શનનો સમય થયો છે!
- પાણી ઈશ્વર છે, કારણ કે એને પડછાયો નથી!
- ઈશ્વરની એકલતા પર કોઈ આંસુ સારતું નથી!
- બંધ થયા પછી ફરી નહીં ઊઘડનારું દ્વાર સુથાર નહીં, ઈશ્વર ઘડે છે!
- ઈશ્વર બધે જ છે એટલે એને જવા માટે રસ્તો નથી!
- ખિસ્સા સુધી ન પહોંચતો હાથ પ્રાર્થના માટે ઈશ્વર સુધી પહોંચે છે.
- ઈશ્વર ગેરહાજર હોવાથી એમની છબિને હાજર રાખી છે.
- ડૉક્ટર પાસે ન જઈ શકતો દુઃખી માણસ ઈશ્વર પાસે જાય છે.
- ઈશ્વર માફ કરે ત્યાં સુધી ગુના થતા જ રહેશે.
- ઈશ્વરની શોધ થઈ તે પહેલાં માણસ ગરીબ નહોતો.