Open main menu
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
About Ekatra Wiki
Disclaimers
Ekatra Wiki
Search
ચાંદરણાં/શબ્દ
Language
Watch
Edit
Revision as of 16:56, 22 April 2024 by
Meghdhanu
(
talk
|
contribs
)
(+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
31. શબ્દ
પાણી વગરનો કૂવો અને પાણી વગરનો માણસ ઊંડો જ હોય.
એંઠા શબ્દોને કવિ જ માંજીને સ્વચ્છ કરે છે!
શબ્દની અશક્તિ એ છે કે પોતાના દુરુપયોગને તે રોકી શકતો નથી.
શબ્દને પણ ગંધ હોય છે.
ન લખાયેલા શબ્દો લેખકનું ભવિષ્ય હોય છે!
સારા ગણાતા શબ્દોથી જ સાહિત્ય બનતું નથી.
←
ગાંધી
ફિલસૂફી
→