અનુનય/વરસાદમાં કોઈને વરસવાની અનુભૂતિ

Revision as of 01:05, 27 April 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''વરસાદમાં કોઈના વરસવાની અનુભૂતિ'''</big></big></center> <poem> તમારી આડીઅવળી વાતોના વહેણમાં મારી તપેલી તરસ તણાઈ જાય; આંખોમાં અંજાઈ જાય કાજળિયું વાદળ; ત્રાંસી પડતી ધોધમાર ધારાઓ હેઠળ મા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વરસાદમાં કોઈના વરસવાની અનુભૂતિ

તમારી આડીઅવળી વાતોના વહેણમાં
મારી તપેલી તરસ તણાઈ જાય;
આંખોમાં અંજાઈ જાય કાજળિયું વાદળ;
ત્રાંસી પડતી ધોધમાર ધારાઓ હેઠળ
મારી ડહાપણની ડાળ ડાળ નમી જાય;
મખમલનો વાયરો અડી જાય.
ને અટવાઈ જાય આંખોની ઉઘાડ-મીંચમાં
વીજળીની વેલ;
ચરણ ચરણની ઝરણ ચાલના
તરંગતાલમાં રમવા નીકળેલું મારું મન
નાગાપૂગા બાળકની જેમ
ખિલખિલ કરતું ખીલી જાય;
માટી જરા ઢીલી થાય
માટી જરા લીલી થાય;
તમારા સઘન કેશના ગહન કાનનમાં
મારો રોજિંદા સુખનો સરેરાશિયો સૂરજ
ઊગ્યો ના ઊગ્યો ને આથમી જાય.

૧૯-૮-’૭૬