તારાપણાના શહેરમાં/કંઈ પણ કહો

Revision as of 02:42, 14 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કંઈ પણ કહો

ઘર કહો જંગલ કહો કે રણ કહો
કહેવા જેવું કંઈ નથી, કંઈ પણ કહો

એ નથી એનું સ્મરણ આપો સતત
એ કદી મળવાના છે એ પણ કહો

એ નથી તો ભ્રમને શું શણગારવો
આ સમયને યુગ કહો કે ક્ષણ કહો

કહેતાં કહેતાં કંઈ મળી આવે કદાચ
કંઈ ન કહેવું હોય તો કારણ કહો

સહુના ચહેરા પર નર્યા શબ્દો જ છે
આ તિમિરમાં શું કરે દર્પણ? કહો