તારાપણાના શહેરમાં/મનગમતું એકાંત
મનગમતું એકાંત
મૂંગા શબ્દને પાથરવો છે
જીવંત મૌનની સામે અરીસો ધરવો છે
સૂરજ સૂરજ દોડો દોડો
હજી તો રણમાં આ ઝાકળનો દરિયો ભરવો છે
કોઈ ખૂણેથી છંદ તૂટ્યો છે
હવા હવામાં કોઈ લયનો શ્વાસ ભરવો છે
ચ્હેરા ચ્હેરા વિખરાયા છે
કહો તો કોને જઈને સવાલ કરવો છે?
મનગમતું એકાંત મળે તો
કોઈની સાથે અડાબીડ પ્રેમ કરવો છે