હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કોઈનો ચહેરો ઊઠી પણ આવે આખર જોયા કર

Revision as of 14:36, 3 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કોઈનો ચહેરો ઊઠી પણ આવે આખર જોયા કર


કોઈનો ચહેરો ઊઠી પણ આવે આખર જોયા કર
શ્વેત કાગળ પર કોઈના શ્વેત અક્ષર જોયા કર

એમાં કોઈની લચક પળભર તો પળભર જોઈ લે
ટગટગર એકીટશે કંઈ એમ પથ્થર જોયા કર

શ્વાસ સાથે શ્વાસ કોઈના વણાવાના નથી
ઘાસનાં મેદાન પરથી સરતી સરસર જોયા કર

સાથ લથબથ કોઈનો તારા નસીબે ક્યાં હતો
તું અષાઢી સાંજ આખી ઝીણી ઝરમર જોયા કર

વહેણ ક્યારે પણ નથી વહેવાનું કોઈની તરફ
આમ નભમાં તેમ વાદળ સરતાં મંથર જોયા કર