હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/એની સાથે નાચી ઊઠવું આમે પણ બહુ ભાવે
Jump to navigation
Jump to search
એની સાથે નાચી ઊઠવું આમે પણ બહુ ભાવે
એ પણ જ્યારે આવે ત્યારે ઠુમ્મક ઠુમ્મક આવે *
મારી આંખે પણ થોડું નભ ઊઘડી ઊઘડી પડતું
જેવું નભ ઊઘડી પડતું કે એ પાંખો ફેલાવે
હું પણ એને સ્પર્શું શીતળ સ્મરણોમાં વૈશાખે
વાદળની છાયામાં એ પણ ગુપચુપ સરકી આવે
કૂણો તડકો એનો પણ હળવેથી ચૂંટી ખણતો
મારું પણ અંધારું એને છાનુંછપ મલકાવે
ઉપવન ઉપવન વેલવળાંકે એ સાથેનાં સાથે
મારા રણમાં પણ એ ઢૂવા જેવું ઊપસી આવે
છંદવિધાન
ખંડ ચતુષ્ગણ કટાવ
* સૂચિત